ગુજરાત
News of Saturday, 6th February 2021

નાંદોદના માંગરોલ ખાતેના આશ્રમમાં સ્વામી રામાનંદજીની 721 મી જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ખાતે આવેલા શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ખાતે સ્વામી રામાનંદજીની 721 મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કોવિડ નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી.જેમાં ગુજરાત ભરમાંથી ઘણા સંતો મહંતોએ ભાગ લીધો હતો.

 

  આસપાસના ગામોમાંથી સ્વામી રામાનંદજીના ફોટા સાથે શોભાયાત્રા નીકળી જે આશ્રમ પર પહોચ્યા બાદ સંતો મહંતો દ્વારા સ્વામી રામાનંદજીનુ પૂજન કરાયું બાદમાં સંતોની અમૃતવાણીનો લાભ લોકોને મળ્યો હતો સ્વામીજીના જીવન આધારિત લઘુ નાટિકા અને ભક્તિમય ભારત નાટ્યમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
  કાર્યક્રમના અંતમાં આશ્રમના સ્થાપક મહામંડલેશ્લર શ્રી 108 શ્રી અભિરામદાસજી ત્યાગીના સત્સંગનો ભક્તોએ લાભ લીધો તેમણે શ્રી રામાનંદ સ્વામીના જીવનનો સંક્ષિપ્ત પરિચય આપતા જણાવ્યુ કે ભારતને એવા કઠિન સમયમા માર્ગદર્શન આપી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી સમાજને સામાજીક,રાજકીય અને આધ્યાત્મિક રીતે સુદૃઢ બનાવી છે.પ્રધાન મંત્રી મોદીના અનુજ પંકજ મોદી અને અધિક કલેક્ટર વ્યાસએ  કાર્યક્રમની શોભા વધારી હતી.

(11:19 pm IST)