કોંગ્રેસ દ્વારા પાટણ સિવિલ બચાવો આંદોલનને ૧૩૧ સોમવાર પુરાઃ રેકોર્ડ સર્જાશે
પાટણ સિવિલ બચાવો આંદોલન ગુજરાતમાં રેકોર્ડ સર્જવા જઇ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો દર સોમવારે સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ વિરોધ પ્રદર્શન કરે છે.
પાટણ કોંગ્રેસ સમિતિ સરકાર વિરુદ્ઘ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દર સોમવારે વિરોધ નોંધાવે છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન દોઢ લાખ ઉપરાંત જેવા પીડિતોની કે ગ્રાહકોની સહીઓ પણ ભેગી કરે છે. આ આંદોલનને આજે ૧૩૧ સોમવાર પૂરા થયા છે. કોંગ્રેસે પાટણ સિવિલ બચાવો આંદોલન ૨૦૧૬ માં શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાટણ સિવિલ હોસ્પિટલને ધારપુર હોસ્પિટલ ખસેડાતા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે મુદ્દાને લઇને પાટણ કોંગ્રેસ દ્વારા પાટણ સિવિલ બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.પ્રમુખ લાલેશ ઠકકરે જણાવ્યું છે