ગુજરાત
News of Wednesday, 6th January 2021

મુખ્યમંત્રી કાર્યાલયના ૯ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવઃ હોમ આઈસોલેટ કરાયા

અત્યાર સુધીમાં ૨૦ વ્યકિતઓ સંક્રમિતઃ હજુ ૧૦ કર્મચારીઓના રિપોર્ટ બાકી

ગાંધીનગર, તા. ૬ : દિવાળી બાદ વધી રહેલા કોરોનાના નવા કેસોમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આજે CMOના વધુ ૯ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૨૦ પર પહોંચી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧માં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલુ છે. જ્યાં સોમવારે એક કર્મચારી કોરોનાથી સંક્રમિત મળી આવતા બપોર બાદ CMOના તમામ કર્મચારી અને અધિકારીઓના RTÕ-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે ૧૧ જેટલા અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બાદ સચિવાલય પરિસરમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. અગાઉ સોમવારે બપોરે મુખ્યમંત્રા કાર્યાલયમાં તમામ લોકોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી.

જે બાદ આજે વધુ ૯ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘ્પ્બ્ના ૨૦ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. હાલ કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ ૧૦ કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી છે.

(3:02 pm IST)