ગુજરાત
News of Wednesday, 6th January 2021

વિશ્વ વિખ્યાત ચિત્રકાર અને અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીના પત્નીનું દેશભકિત સાથે સમાજ જાગૃતિ તરફ વધુ એક કદમ

જીત જાયેંગે હમ..નયા ઇતિહાસ રચાયેઞે હમ ..ડિજિટલ પ્લેટફોર્મ પર યુટ્યુબ પર જેનો મધુર કંઠ ધૂમ મચાવી રહ્યો છે તેવા દીપ શિખા ચોધરીનો કંઠ... શૂટિંગ શરૂ : કોરોનાની રસીની શોધ બાદ લોકોની નિરાશા દૂર કરતો અદભૂત પ્રયોગનો પ્રજાસતાક પર્વથી પ્રારંભ

રાજકોટ તા.૬, કોરોનાની વૈશ્વિક મહામારી સંદર્ભે લોકોના ધબકારો જેની સાથે જોડાયા છે તેવા વિવિધ તહેવારો અને તહેવારો જેમ લોકો જેનો આનંદ માણે છે તેવા લગ્ન પ્રસંગો જેવા પ્રસંગો હોય કે એક બીજા મળી શકે એક બીજાના ઘેર જય શકે તેવી તમામ બાબતો અટકી ગઇ હોવાથી લોકોમાં જે માનસિક હતાશા પ્રવર્તી રહ્યુ છે તે દૂર કરવા ડિજીટલ પ્લેટફોર્મ માધ્યમ દ્વારા એક અદભૂત પ્રયોગ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

 જીત જાયે ગે હમ..નયા ઇતિહાસ રચાયેગે હમ થીમ પર લોકોને નિરાશ ખંખેરી હવે આપણે તુરત મુખ્ય પ્રવાહમાં આવવા સક્ષમ બન્યા છીએ તેવો સંદેશો ઘેર ઘેર પહોંચાડી દેશ ભકિત અને સમાજ સેવાનો અદભૂત સંગમ રચવા તમામ પ્રયત્નો થયા છે.

 પ્રજાસતાક પર્વ પર ગુજરાત સહિત દેશભરમાં આ પ્રેરણા દાયક સંદેશ સુમધુર કંઠ દ્વારા પ્રસરે અને કેન્દ્ તથા રાજય સરકારના પ્રયત્નોને બળ મળે તે માટે યુટયુબ પર જેનો કંઠ ધૂમ મચાવે છે તેવા દીપ શિખા જેવા જાણીતા આર્ટિસ્ટ કંઠ આપશે.

અત્રે યાદ રહે કે આ અદભૂત પ્રયોગના શિલ્પી એવા દીપ શિખા ચૌધરી સિનિયર આઇપીએસ અને દેશ વિદેશમાં જેના ચિત્રો દ્વારા ગુજરાતને ગર્વ મલ્યું છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલિસ કમિશર અજય ચૌધરીના તેવો પત્ની છે.

(12:48 pm IST)