News of Monday, 5th December 2022
ખટામ ગામ પાસેથી પોલીસે ૮૪,૬૦૦નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો : વાહતુક કરનાર નાશી છૂટયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ખટામ ગામ પાસેથી પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા પોલીસ પ્રોહી.નાં ચેકીંગમાં નિકળી હતી ત્યારે ખટામ ગામ પાસે મો.સા નં.GJ22 L 6768 ઉપર આવેલ અજાણ્યા બે ઇસમોએ પોતાના કબજાની પલ્સર મો.સા.ઉપર ગે.કા. ઇગ્લીશ દારૂનાં કવાટરીયા નંગ-૨૯૬ કિં.રૂ.૨૯,૬૦૦ એક પ્લા.ની. મીણીયા થેલીમાં રાખી તથા બજાજ પલ્સર મો.સા. નંબર GJ 22 6768 ની કિં.રૂ.૫૫,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૮૪,૬૦૦ નો પ્રોહી મુદ્દામાલ વાહતુક કરી પોલીસની નાકાબંધી જોઇ મો.સા. તેમજ દારૂનો મુદ્દામાલ નાખી નાશી ગયા હતા.
(10:07 pm IST)