ગુજરાત
News of Monday, 5th December 2022

પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું નરેન્દ્રભાઇ ઉદ્ઘાટન કરશે

તા. ૧૪ ડિસેમ્બરે સાંજે ૫ કલાકે પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાશે : ૧૪ જાન્યુઆરીએ સમાપન : અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી નગરનું નિર્માણ : ભવ્ય ઉજવણી

 

રાજકોટ તા. ૫ : અમદાવાદમાં નિર્મિત પ્રમુખસ્વામી નગરમાં ૩૦ દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદઘાટન પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ સાંજે ૫ કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભકતો અને ભાવિકો ઉપસ્થિત રહેશે.

આજે જયારે સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ પણ  ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખસ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉધ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરશે.

ગ્ખ્ભ્લ્ સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં શ્રી નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૃપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને ગ્ખ્ભ્લ્ સંસ્થાનાં સેવાકાર્યો વિશે જણાવેલ કે, 'અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેકનોલોજીનો કેવો અદ્બુત સુયોગ છે! ...અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંતપરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભકિત! ભકિતમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! ...હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું.'

(1:38 pm IST)