ગુજરાત
News of Monday, 5th December 2022

બીજા તબક્કામાં પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ ૧૬ ટકા મતદાન: છોટા ઉદેપુરમાં સૌથી વધુ ૨૩.૫૫ ટકા નોંધાયું

 ઉતર ગુજરાતમાં અને આદિવાસી બેલ્ટમાં જબરો ઉત્સાહ: મહાનગરોમાં ધીમે ધીમે વધતી મતની ટકાવારી 

 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાનું મતદાન શરૂ છે. 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયુ છે. છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.17 ટકા મતદાન થયુ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યુ છે.

 શરૂઆતના ત્રણ કલાકમાં સરેરાશ 16 ટકાથી વધુ મતદાન થયુ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પ્રથમ 3 કલાકમાં 20 ટકા કરતા વધુ મતદાન થયુ છે જ્યારે ગાંધીનગરમાં 19 ટકા મતદાન થયુ છે.

વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે શિલજમાં મતદાન કર્યુ હતુ.

ક્યા કેટલુ મતદાન (11 વાગ્યા સુધી)

(1:00 pm IST)