ગુજરાત
News of Saturday, 5th December 2020

દાહોદમાં પોલીસે ૧૬.૯૪ લાખના દારૂ-બીયર સાથે ૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

દાહોદ :રાજ્યના સરહદી દાહોદ જિલ્લામાંથી વિદેશી તેમજ ભારતીય બનવાટના દારૂ બીયરનો મોટો ગેરકાયદેસર જથ્થો પોલીસ પકડી પાડ્યો છે. પોલીસે ત્રણ ક્રૂઝર તથા એક પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂ.૧૬,૯૪,૪૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પાટાડુંગરી પાસેથી પોલીસે ઝડપી પાડી કુલ રૂ.૩૮,૯૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 દાહોદના એએસપી શૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે ગત રાત્રિના સમયે ગરબાડા તાલુકાના પાટાડુંગરી પાસેથી ત્રણ ક્રૂઝર તથા એક બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતો રૂ.૧૬,૯૪,૪૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ ક્રૂઝર તથા એક પિકઅપ ગાડી મળી કુલ રૂ.૩૮,૯૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

(11:28 pm IST)