ગુજરાત
News of Saturday, 5th December 2020

કેવડીયા ખાતેની ઓફિસર કોન્ફરન્સમા PSI કે.કે પાઠકની સારી કામગીરી બદલ નર્મદા પોલીસ વડા દ્વારા સન્માન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાયદો અને વ્યવસ્થા બાબતે કડક અધિકારી તરીકે સારી કામગીરી બજાવવા બદલ પી.એસ.આઈ. કે.કે.પાઠક કે તેમણે હાલમાંજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાયેલી 80 મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં 2020 માં પોતાની ફરજ ખુબજ મહેનત અને ધગશ થી નિભાવતા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ એ તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી ને બિરદાવી હતી,આ ફરજ માટે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પીએસઆઇ પાઠક ને તેમની સારી કામગીરી બદલ ઘણી વાર સન્માન મળી ચૂક્યું છે ત્યારે આ તેમનું 40 મુ સન્માન છે તેમ કે.કે.પાઠકે જણાવ્યું હતું.

(10:28 pm IST)