ગુજરાત
News of Saturday, 5th December 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામોની જમીન પચાવી પાડવાની ગ્રામજનોને દહેશત: સાંસદ મનસુખ વસાવા અને વહીવટી તંત્ર ને આવેદન

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી સહિત 12 જેટલા ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપી ઈકો સેન્સિટિવ ઝોન બાબતે વિરોધ નોંધાવ્યો છે.
  ગરૂડેશ્વર તાલુકાના ધીરખાડી,ઝરવાણી,ગોરા સહિતના 12 ગામોમાં ખેડૂતોની જમીન માં કાચી એન્ટ્રી પાડતા ગ્રામજનો રોષે ભરાયા છે  સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે જો આ કાચી  એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી આપી છે આ મામલે સાંસદ મનસુખ વસાવા,કલેકટર ડી.એ.શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારી રાજપીપલાને પણ આવેદનપત્ર આપ્યું જેમાં નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનોએ આ વિસ્તારને ઇકો સેન્સેટિવ જાહેર કરીને આ વિસ્તારમાં લોકોની જમીન  સરકાર પચાવી પાડેશે તેવી દેહસ્ત છે,

 સાથે સાથે આ વિસ્તારના  ગ્રામજનો જમીન વિહાણો થઈ જશે માટે સરકારે તાત્કાલિક કાચી એન્ટ્રી રદ કરવી જોઈએ, જંગલ વિસ્તારમાં આવતા ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે તો કાચી એન્ટ્રી શુ કામ પાડી..? તેવા સવાલો ગામલોકો પૂછી રહ્યા છે.ગરુડેસ્વર તાલુકાના વિવિધ ગામો માં  ગ્રામજનો સાંસદ મનસુખ વસાવા ના નિવાસસ્થાને જઇ રજૂઆત કરતા સાંસદ મનસુખભાઇએ આ મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આ બાબતે રજુઆત કરશે અને આ વિસ્તારના આદિવાસી લોકો ને ન્યાય આપાવવાની ખાત્રી આપી હતી.
 જોકે આ કાચી એન્ટ્રી બાબતે ગરુડેશ્વરના ડેપ્યુટી મામલતદાર મેહુલ વસાવા એ સ્પષ્ટતા કરી કે ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ના 12 જેટલા ગામો ના 2293 સર્વે નંબર કે જેમાં 6285 ખાતેદાર આવે છે તે તમામ લોકો ની કાચી એન્ટ્રી પાડી છે જોકે આ કાચી એન્ટ્રી હાલ પાડવામાં આવી છે પણ આ તમામ ખાતેદારો માં પાકી એન્ટ્રી થાય છે કે નહીં તે નિર્ણય તો સરકાર નો જ રહેશે

 કેન્દ્ર સરકારે 5 મેં 2016 માં ગેઝટ પ્રસિદ્ધ કરી આ વિસ્તાર ને ઇકો સેન્ટસીવ ઝોન જાહેર કર્યો છે લોકો ની જમીન કે ઘર ને કશું  થવાનું નથી જોકે સરકારે આ વિસ્તારમાં ઉદ્યોગ,રોપવે, સો મિલ, ક્વોરી, હોટલ લિઝ જેવા અનેક ઉદ્યોગો શરૂ નહીં કરી શકે આ વિસ્તાર નોન પોલ્યુશન વિસ્તાર રહેશે સંપાદન નો ઉલ્લેખ નથી માટે લોકો એ ડરવાની  જરુર નથી.જોકે આ મામલે સ્થાનિક ગ્રામજનો એન્ટ્રી બાબતે ભારે વિરોધ કરી રહ્યા છે

(10:27 pm IST)