ગુજરાત
News of Saturday, 5th December 2020

સરકારના ઠરાવનો થશે અમલ : મોટાભાગના ટ્રાફિક ગુન્હામાં ડબલ દંડને બદલે જવાબદાર વ્યક્તિ પસેથી દંડ વસૂલાશે

અમદાવાદ : ગુજરાત સરકારે નવા કાયદાના અમલીકરણના અનુસંધાને ટ્રાફિક ગુન્હામાં સ્થળ દંડ માંડવાળ ફી ના સર્લ્ડરોના અમલી માટે ટ્રાફિક ગુન્હામાં ખરેખર જવાબદાર ડ્રાઈવર, માલિક ,કે વાહન સબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઈઓ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનમાં ઉંચવાડા ઉભા ના થાય તે ધ્યાનમાં રાખીને ગુન્હા માટે જવાબદર હોય તેની પાસેથી માંડવાળ ફી વસુલ કરવાની જોગવાઈના ઠરાવ કર્યો હતો આ ની હવે અમલવારી થતા અમુક જોગવાઈ સિવાય મોટાભાગના ગુન્હા માટે વાહનમાલિક ડ્રાઈવર કન્ડક્ટર કે પેસેન્જર પાસેથી ડબલ દંડને બદલે ગુન્હા માટે જવાબદાર વ્યક્તિ એપેથી દંડ વસુલ કરવામાં આવશે

(9:51 pm IST)