ગુજરાત
News of Saturday, 5th December 2020

વલસાડ રૂરલ પોલીસે રૂ. 28 હજારના દારૂ સાથે કાર પકડી

બુટલેગરોની કમર તોડવા ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂૂચનાના પગલે રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ કોન્સ્ટેબલ કમલેશ અને કેવલભાઇએ મળી ધમડાચી પીરૂ ફળિયાથી અમેઝકારને દારૂ સાથે પકડી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો પર વલસાડની તમામ પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ વખતે વલસાડ રૂરલ પોલીસે ધમડાચી પીરૂ ફળિયામાંથી રૂ. 28 હજારનો દારૂ લઇ જતી અમેઝ કાર પકડી પાડી હતી.
દારૂની બદી નાથવા ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂૂચનાના પગલે રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ કોન્સ્ટેબલ કમલેશ અને કેવલભાઇએ મળી બાતમીના પગલે ધમડાચી પીરૂ ફળિયામાં નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન વાપી તરફથી આવતી એક અમેઝ કાર નં. GJ5 RE 8184 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂની 32 બોટલ કિં. રૂ. 28 હજારની મળી આવી હતી. જેના પગલે પોલીસે કારમાં સવાર સુરત ખટોદરાના તરૂણ ગિરીષ પટેલ અને પરવત પાટિયાના વિજય બાબુ પટેલની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:33 pm IST)