ગુજરાત
News of Saturday, 5th December 2020

કપરાડામાં જામીનની શરતનો ભંગ કરનાર બુટલેગરને પોલીસે પકડી તેની જામીન રદ કરાવી દીધી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : શરતી જામીન મેળવી કપરાડાનો બુટલેગર શરતનું પાલન કરતો ન હતો. જેના પગલે કપરાડા પોલીસે તેને પકડી તેની જામીન રદ કરાવી દીધી હતી. ગેરકાયદેસર ચાલતા દારૂના વેપલાને ડામવા ડીએસપી રાજદિપસિંહ ઝાલના સૂચનના પગલે ડીવાઇએસપી એમ. આર. શર્માના માર્ગદર્શન મુજબ કપરાડા પીએસઆઇ ડી. આર. ભાદરકા, કોન્સ્ટેબલ રમેેશભાઇ, અનિલભાઇ અને મુકેશભાઇએ જામીનનું પાલન ન કરનારા બુટલેગરોને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં તેમણએ મોટાપોંઢા કંડોલ ફળિયામાં રહેતા પ્રિતેશ ઉર્ફે અવો સુમન પટેલને પકડી પાડ્યો હતો. પ્રિતેશ ઉર્ફે અવો ધરમપુર કોર્ટમાંથી શરતી જામીન પર મુક્ત થયો હતો. તેણે દર મહિને પોલીસ મથકે હાજરી પુરાવાની હતી. જોકે, તે હાજરી પુરાવતો ન હતો. જેના પગલે કપરાડા પોલીસે તેના જામીન રદ કરાવી તેની ધરપકડ કરી હતી.

(9:31 pm IST)