ગુજરાત
News of Saturday, 5th December 2020

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી

અમદાવાદના રામોલ વિસ્તારની ઘટના : પ્રેમિકાના કડવા વચનો અને નિકાહ માટે જોરું માંગતા હતા જો પૈસા નહીં આપે તો લગ્ન નહીં કરે એવી ધમકી આપી

અમદાવાદ,તા. : એક પ્રેમિકાના કડવા બોલના કારણે પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. યુવકે મોતને વ્હાલું કરતા પહેલા પાનાની સૂસાઈડ નોટ લખી હતી. જેમાં પ્રેમિકાના કડવા વચનો અને નિકાહ માટે જોરું માંગતા હતા. જો પૈસા નહીં આપે તો તેઓ લગ્ન નહીં કરે એવી ધમકી પણ આપી હતી. મૃતકે પોતાની સૂસાઈડ નોટમાં આરોપીઓના મોબાઈલ નંબરોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકે પોતાની સૂસાઈડ નોટમાં પોતાની આપવીતી વર્ણવી હતી. મૃતક પાસેથી મળેલી સૂસાઈડ નોટમાં પ્રમાણે 'મેં અપને મોત કો ગલે લગાને જા રહા હું, મુજે મરને કે લીયે મજબૂર કિયા ગયા હૈ. મુજે ફિરદોસને મરને કો કહા થા કી ફાંસી લગાકે કૂત્તેકી મોત મર જા. મુજે તેરી કોઈ રૂરત નહીં હૈ. હમને ઈસકે લીયે પુરી જિંદગી બર્બાદ કર દીયા હૈ. ફિરદોસ કો મુઝે નહીં સિર્ફ પૈસો સે પ્યાર હૈ. મેને પૈસા ઈસબાર નહીં દિયા તો બોલતી હે કે મર જા ફાંસી લગાકે, મુજે મરને કે લીયે મજબૂર કર દીયા હૈ. મૃતકે સૂસાઈડ નોટમાં વધુ લખ્યું હતું કે, 'મરને કે બાદ મેરી લાશ કો મેરે ઘર તક પહોંચા દેના. મેરી લાઈફ ફિરદોસને બર્બાદ કર દી હૈ તો ઉસકી લાઈફ ભી બરબાર હોની ચાહીએ. મેરે મોત કે લીએ ફિરદોસ ઔર ઉસકા પુરા પરિવાર હૈ. ઈન સબકો ફાંસી હોગી તો તભી મેરી આત્મા કો શાંતિ મિલેગી. ઉલ્લેખનીય છે કે, રામોલ વિસ્તારમાં રહેતા માહતાબને તેમની નજીકમાં રહેતી એક યુવતી સાથે કેટલાક વર્ષો અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે બે વર્ષ અગાઉ યુવતી તેના માતા-પિતા સાથે ઉત્તર પ્રદેશ ખાતે રહેવા માટે ચાલી ગઇ હતી.

બાદમાં પણ બંને ફોનથી એકબીજા સાથે વાતચીત કરતા હતા અને યુવતી તેમજ તેની માતા મૃતક માહતબને ફોસલાવી ને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરતા હતા. માહતાબ પણ તેઓ ને અહી થી પૈસા મોકલતો હતો. જો તેની પાસે ના હોય તો ઉછીના પૈસા લઈને પણ યુવતીને ત્યાં મોકલાવતા હતો. જેની જાણ મૃતકના ભાઇની થતાં મૃતકના ભાઇ અને મૃતક ઉત્તર પ્રદેશ ગયા હતા અને યુવતીના પિતાને વાત કરીને તેઓના નિકાહ નક્કી કર્યા હતા. લોકડાઉન દરમિયાન મંદી હોવાને કારણે એપ્રિલ ૨૦૨૧માં તેઓના નિકાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બાદમાં કેટલાક દિવસ પછી મૃત્યુ કે તેના ભાઇને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે યુવતીના પિતા તેની પાસે રૂપિયા ત્રણ લાખની માગણી કરી રહ્યા છે. એટલું નહીં યુવતીના ભાઈઓ પણ તેની પાસે રૂપિયાની માગણી કરી રહ્યા છે અને જોરૂ નહીં આપે તો નિકાહ નહીં થવા દેવાની ધમકી આપી રહ્યા છે. જેને પરિણામે મૃતક પોતે કંટાળી ગયો હોવાની જાણ કરી હતી. જી ડિસેમ્બરે ફરિયાદીમાં ભાઈએ તેમને જાણ કરી હતી કે માહતબે આત્મહત્યા કરી હતી. જેથી તેઓ મહારાષ્ટ્રથી અહીં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મૃતક પાસે થી પાનાંની સૂસાઈડ નોટ પણ મળી આવેલી છે.

(8:55 pm IST)