ગુજરાત
News of Saturday, 5th December 2020

૨૮૫૦૦ વ્યક્તિને પહેલાં તબક્કામાં રસી મળી શકે છે

સુરત : કોરોનાની વેક્સિન આપવાની તૈયારી શરૂ : રસીકરણની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે કોર્પોરેશન ટાસ્ક ફોર ઇમ્યુનાઇઝેશનની રચના પણ કરવામાં આવી

સુરત,તા. : જાન્યુઆરી ના  અંત સુધીમાં કોરોનાની રસી આવી જાય તેવી શક્યતાને પગલે રસી સુરતમાં સૌથી પહેલા કોને આપવી ? તે અંગે સુરત મ્યુનિ. યાદી તૈયાર કરી છે. પહેલા તબક્કામાં ૨૮૫૦૦ હેલ્થ વર્કરોને રસી અપાશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કરોને અપાશે. રસીકરણની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે કોર્પોરેશન ટાસ્ક ફોર ઇમ્યુનાઇઝેશન (સીટીએફઆઇ)ની રચના પણ કરાઇ છે. સુરત મ્યુનિ.ના મનપા કમિશ્નર રસી આવે તે પહેલાં તેના માટે ખાસ મેનેજમેન્ટ કરવામા આવશે. કોરનાના રસી આવે  ત્યાર બાદ રસી કોને આપવી? કોણ આપશે? રસીની જાળળણી કેવી રીતે થશે? અને રસીના સ્થળો નક્કી કરવા માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઇ છે. કોરોના સામે લડી રહેલાં  હેલ્થ કેર વર્કરને સૌથી પહેલાં રસી અપાશે.

જેમાં સુરત નવી સિવિલ, મ્યુનિની સ્મીમેર હોસ્પિટલ, મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઇ સર્વે કામગીરી કરતા વર્કરો તેમજ શિક્ષણ સમિતિના શિક્ષકો, આંગણવાડીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હેલ્થ કેર વર્કરમાં ડોક્ટર, નર્સ, પેરામેડિકલ વર્કર અને ચોથા વર્ગના કર્મચારીઓને પહેલાં આવરી લેવાશે.

ઉપરાંત શહેરની હોસ્પિટલ અને જનરલ પ્રેકટીશ્નર, કોરોનાની કામગીરી કરી છે તેમનો પણ સમાવેશ કરાશે. ૧૦૦૦ જેટલી ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકમાં રસી અપાશે. રસીકરણ પહેલા તેમનો ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છેબીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કરને રસી આપવા આયોજન છે. ફ્રન્ટ લાઈન વર્કરમાં સરકારી અર્ધ સરકારી કચેરીના કર્મચારીઓ જેઓ નાગરિકો સાથે સંપર્કમા આવતાં હોય તેઓની માહિતી તૈયાર થઇ રહી છેહાલમાં હેલ્થ કેર વર્કરની યાદી તૈયાર થઈ છે તેમાં ૨૮૫૦૦ લોકોનો સમાવેશ કરવામા આવ્યો છે.

(7:23 pm IST)