ગુજરાત
News of Saturday, 5th December 2020

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લાના નવનિયુક્ત મહામંત્રીઓનું વિરમગામ ખાતે સ્વાગત કરાયુ

વિરમગામ વિધાનસભા વિસ્તારમાંથી બે મહામંત્રી સુરેશભાઇ પટેલ અને નવદિપસિંહ ડોડીયાની નિમણુક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી) ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લાના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ જીલ્લા ભાજપની ટીમ જાહેર કરી છે. જેમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાંથી બે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે. જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ સુરેશભાઇ પટેલ તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી નવદિપસિંહ ડોડીયાની અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લાના નવનિયુક્ત મહામંત્રીઓનું વિરમગામ વિધાનસભા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ દ્વારા એપીએમસી વિરમગામ ખાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહીલ, રમેશભાઇ કો.પટેલ, દિપકભાઇ પટેલ, પશાભાઇ જાદવ, મહેશભાઇ ચાવડા, લખુભા મોરી, મફાભાઇ ભરવાડ, પ્રમોદભાઇ પટેલ, વિક્રમભાઇ ઠાકોર, દશરથભાઇ પટેલ, રીનાબેન પંડ્યા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:56 pm IST)