ગુજરાત
News of Saturday, 5th December 2020

મહેસાણાના વડનગરના મલેકપુર પાટિયા નજીક બપોરના સમયે પુરપાટ ઝડપે જતા આઈશરે એક્ટીવાને ટક્કર મારતા ત્રણ યુવકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડનગર: તાલુકાના મલેકપુર પાટીયા સાતસો સમાજની વાડી પાસે શુક્રવારના રોજ બપોરના સુમારે પુરપાટ ઝડપે આવતી આઇસર ટ્રકના ચાલકે એકટીવાને ટક્કર મારતાં સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા છે. જ્યારે એકટીવાના કુચ્ચે કુરચા બોલી ગયા છે.

પોલીસ સંત્રોમાંથી મળતી માહિતી અનુસાર વડનગર-વિસનગર હાઇવે પર શુક્રવારની બપોરના સુમારે મલેકપુર ચોકડી નજીક આવેલ સાતસો સમાજની વાડી પાસે એક આઇસર ટ્રકનો ચાલક પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિસનગર તરફ એકટીવા લઇ જતા ત્રણ યુવાકોને અડફેટે લેતા ત્રણે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એકટીવાના કુચ્ચે કુચ્ચા ઉઠી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ વડનગર પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ત્રણેય યુવકોની લાશને વડનગર સીવીલમાં પીએમ સારૃ ખસેડવામાં આવી છે.

(5:50 pm IST)