ગુજરાત
News of Saturday, 5th December 2020

સુરતના ડિંડોલી રોડ નજીક ભેસ્તાનમાં પુત્રના ઓપરેશન માટે પૈસાની સગવડતા ન થતા પિતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત:પ્રાપ્ત વિગત મુજબ ડિંડોલી રોડ પર આવેલા ભેસ્તાનના આવાસમાં રહેતા 55 વર્ષીય દીપકભાઈ તુલસીરામ ચોપડા શુક્રવારે સવારે ઘરમાં ઘટના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. 

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે દીપકભાઈના એક પુત્રને પથરીનું ઓપરેશન કરાવવાનું હતું અને તે ઓપરેશન કરાવવા માટે ઘરમાં પૈસા ના હોવાથી તે સતત માનસિક તાણ અનુભવતા હતા. જેના લીધે આ પગલું ભર્યું હતું તે છૂટક કામ સાથે સંકળાયેલા હતા. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:45 pm IST)