ગુજરાત
News of Saturday, 5th December 2020

વડોદરામાં ઓનલાઇન ખરીદી કરવું શખ્સને ભારે પડ્યું:સસ્તામાં મોબાઈલની ઓફર આપી દિલ્હીના ઠગે અનેક લોકોને લૂંટી લેતા પોલી ફરિયાદ

વડોદરા: શહેરનાનિઝામપુરા વિસ્તારમાં નિલકમલ સોસાયટીમાં રહેતા એનઆરઆઇ મુકેશભાઇ પટેલે પોલીસને જણાવ્યું હતું કે,ગઇ તા.૨૬મી મે એ મોડીરાતે ફેસબુક પર એક જાહેરાત જોઇ હતી.જે ઓપન કરતાં તેમાં  મોબાઇલ સ્ટોર ડોટ કોમ નામની સાઇટ ખૂલી હતી.

આ સાઇટમાં એક મોબાઇલની ઓફર મુકી હતી.જેમાં રૃા.૭ હજારનો મોબાઇલ રૃા.૨૯૯૯ માં ખરીદવા જણાવાયું હતું.આ મોબાઇલ મારે ગિફ્ટમાં આપવો હોવાથી ઓનલાઇન ખરીદ્યો હતો.જેના રૃપિયા તા.૧લીએ જૂને ન્યુ દિલ્હીના મોરીગેટ ખાતે રહેતા દિવ્યાંશુ મનોજભાઇ જૈનના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. મુકેશભાઇએ પોલીસને  કહ્યું છે કે, ત્યારબાદ મને મોબાઇલ ફોન મળ્યો નથી કે રૃપિયા પણ પરત મળ્યા નથી.તપાસ કરતાં વડોદરા શહેર  અને આસપાસના જિલ્લાઓમાંથી આવી રીતે ૧૯૮ લોકો સાથે ઠગાઇ કરવામાં આવી હોવાની અને તેમની પાસે અંદાજે રૃા.૬લાખ પડાવી લેવાયા હોવાની વિગતો બહાર આવી છે.

(5:44 pm IST)