ગુજરાત
News of Saturday, 5th December 2020

સુરતના મહિલા પીએસઆઇ એ.બી.જોશીનો સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા : પોલીસબેડામાં ખળભળાટ

ઉધના પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અનિતા જોશીની 'જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ એ.બી.જોશીની આત્મહત્યા પાછળના કોઈ કારણો હજુ સામે આવ્યા નથી. જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

  ઉધના પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરિણીત મહિલા પી.એસ.આઇ અનિતા જોશીને એક બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ સ્ટેશનમાં ચકચાર મચી ગઈ છે.મહિલા પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા આપઘાતનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)