ગુજરાત
News of Saturday, 5th December 2020

સૂરત હવે સાડીઓ માટે જ નહીં ફોર્મલ કપડાં માટે પણ થશે જાણીતું

સાડી ઉદ્યોગ ઠપ્પ થતાં હવે સુરતના કાપડ વેપારીઓ ડેઇલી વેર માર્કેટમાં કાઢી રહ્યા છે કાઠું

રાજકોટ, તા.૫: સૂરતનો ટેકસ્ટાઈલ બિઝનેસ અત્યારે કોરોનાની કળ વળી રહ્યો છે ત્યારે હવે સૂરત સાડીઓમાં પડેલી બંધ મિલોને શરૂ કરવા માટે નાઇટવેર ગારમેન્ટ અને ફેન્સી કાપડ, અને ફેન્સી કાપડની દિશામાં કામ કરી રહ્યું છે.

લોકડાઉન બાદ એવી સ્થિતિ હતી કે કાપડ મિલોને એક મીટર કાપડ બનાવવું પણ મુશ્કેલ બન્યું હતું અને જે મિલો સાડીના ઉત્પાદન માં ધમધમતી હતી તે મિલો બંધ પડી હતી. હવે આ સાડીઓ બનાવટી મિલો નાઇટવેર, ડેઇલી વેર, ફોરમલ કપડાં બનાવી રહી છે અને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લેડીસવેરમાં કુર્તી અને નાઇટવેરનું બમ્પર ઉત્પાદન થઈ રહ્યું છે.

હાલમાં કોટન ઉદ્યોગ માટે અને નાઇટવેર ખાતે તિરુપૂર, અમદાવાદ, ઈન્દોર, મુંબઈ, બાલાતોરા અને હોઝિયરી ખાતે લુધિયાના જેવા સેન્ટર વધારે જાણીતા છે. પરંતુ જયારે પોલીસ્ટર કાપડ ઉત્પાદનની વાત આવે ત્યારે અત્યારસુધીમાં સુરત ટોચ પર છે. અને આથી જ સુરતમાં પોલીસ્ટર કાપડના ઉત્પાદન માટેના મશીન અને સંસાધનો પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ છે. તો સાથે અહીના કારીગરો આ ફેબ્રીક સાથે પૂરતું કામ કરી શકે છે. હવે ધીમેધીમે આ દિશામાં પણ સૂરત આગળ વધતું જાય છે.

સૂરતઃ કાપડ ઉદ્યોગ અત્યાર સુધી ફોરમલ અને રૂટિન વેર માર્કેટમાં જતાં અટકતી હતી પરંતુ હવે કોરોનની થપાટ લાગવાથી સુરતના કપલ વેપારીઓ હવે આ દિશામાં પણ જવા લાગ્યા છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. કપડાના તાકાને માત્ર સિલાઈ કરી આપવાથી એ કાપડની વેલ્યૂ વધી જતી હોવાથી આ ધંધો ફાયદામાં પણ સારો ચાલે છે, જયાં સુધી જીએસટીની વાત છે તો બંને માટે એક સ્લેબ હોવાને લીધે વેપારીઓને એ ચિંતા પણ નથી, સુરતમાં હવે ધીમે ધીમે ફેબ્રીક માં પણ ઘણી વિવિધતા જોવા મળી રહી છે અને રિસર્ચ સેન્ટર હોવાને લીધે આ દિશામાં સૂરત કાઠું કાઢી લે તેવું છે.

(2:42 pm IST)