ગુજરાત
News of Saturday, 5th December 2020

ડેપ્યુટી કલેકટર દિનેશ હડિયાલનું કોરોનાથી મૃત્યુ

દાહોદના ડેપ્યુટી કલેકટર શ્રી દિનેશભાઈ હડિયાલનું કોરોના પોઝીટીવ વાયરસથી કરૂણ મૃત્યુ નિપજ્યુ છે : તેઓની કોરોના સારવાર ચાલી રહી હતી તેમ જાણવા મળે છે : દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ હડીયલ (ઉ.વ.૫૦)નું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ મુળ ગાંધીનગરના વતની હતા : ભૂતકાળમાં બનાસકાંઠા, નર્મદા વગેરે જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકયા છે. દિવાળી ટાણે અધિક કલેકટર તરીકે બઢતી મળી હતી. બઢતી મુજબની જગ્યાઓ નિમણુંક થાય તે પૂર્વે જ કોરોનાનો ભોગ બન્યા છે. પહેલા અમદાવાદ અને પછી વડોદરામાં દાખલ કરવામાં આવેલ. ફેફસામાં મોટું નુકશાન થતા કોરોના જીવલેણ નીવડેલ.

(1:16 pm IST)