ગુજરાત
News of Saturday, 5th December 2020

રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી : બેવડી ઋતુનો થશે અહેસાસ

આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થઈ જેને લઇને હવે શિયાળો લંબાશે

અમદાવાદ: આ વર્ષે શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ હોવાના કારણે શિયાળો લંબાશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. બેવડી ઋતુમાં લોકોએ પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત રહેવાની જરૂર છે

 . આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થઈ જેને લઇને હવે શિયાળો લંબાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આગામી ચાર દિવસ ઠંડીમાં વધારો થઈ શકે છે.

આગામી ચાર દિવસ ઠંડીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં સવારમાં વહેલા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતા શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.
અમદાવાદ સહિત 12 શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. થોડા દિવસોથી પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે. જ્યારે હવે ફરીથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો શરૂ થયા છે.

(11:19 am IST)