ગુજરાત
News of Saturday, 5th December 2020

વડોદરામાં કોરોના વેક્સીન રાખવાના 25 ડીપ ફ્રીઝર પહોંચ્યા : સૌપ્રથમ 23470 હેલ્થ કર્મીઓને અપાશે રસી: યાદી મોકલાઈ

રસી આપવા અંગે માઈક્રો પ્લાનિંગ શરૂ: કામગીરી માટે 13 હજાર કર્મચારીઓની યાદી પણ તૈયાર

  વડોદરા : રાજ્ય સરકારે ગુજરાતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લાના આરોગ્ય અમલદાર પાસે કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટલાઈનમા કામ કરતા લોકોની યાદી માંગી છે. ત્યારે વડોદરા જિલ્લામાં 23000 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવનાર છે. ત્યારે વડોદરામાં કોરોના વેક્સીન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વેક્સીન માટે વડોદરામાં 25 ડીપ ફ્રીઝર આવ્યા છે. ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડના સ્ટોરમાં આ ડીપ ફ્રીઝર મૂકાયા છે. પહેલા તબક્કામાં 23470 હેલ્થ કર્મીઓને વેક્સીન અપાશે. તંત્રએ જિલ્લા અને તાલુકા ટાસ્ક ફોર્સ કમિટી બનાવી છે. જે મુજબ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં વેક્સીન અપાશે, અને ત્યાર બાદમાં શહેરી વિસ્તારમાં વેક્સીન આપવાનું શરૂ કરાશે.

  વડોદરામાં કોરોનાની કામગીરીમાં સંકળાયેલા હોય તેવા કર્મચારીઓનું લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી અપાયું છે. ત્યારે આ રસી પહેલા કોને આપવી તે માટે પણ કમિટિ બનાવવામાં આવી છે. વડોદરામાં કોરોનાની રસી આપવા અંગે માઈક્રો પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. વડોદરામાં સૌથી પહેલા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે. આ માટે 13 હજાર કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

(10:59 am IST)