ગુજરાત
News of Saturday, 5th December 2020

ભારે કરી : આણંદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખને MSPના અર્થની જાણ નથી : બન્યા હાંસીપાત્ર

નજીકમાં બેઠેલા કાર્યકરે મોબાઈલમાં સર્ચ કરી એમએસપીનો અર્થ જણાવ્યો

અમદાવાદ : પંજાબનાં ખેડૂતો દિલ્હીમાં જે એમએસપીનાં મુદ્દે આંદોલન કરી રહ્યા છે, અને કોંગ્રેસ દ્વારા તેનાં સમર્થનમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે એમએસપીનાં ફુલફોર્મ અંગે મિડિયા દ્વારા જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયારને પુછતા તેઓ જવાબ આપવાનાં બદલે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. તેઓને એમએસપીનો શુ અર્થ થાય છે, તેની ખબર ન હતી

 . ત્યારબાદ નજીકમાં બેઠેલા કાર્યકરે મોબાઈલમાં સર્ચ કરી એમએસપીનો અર્થ જણાવ્યો હતો. ત્યારે ખેડૂતોના જે મુદ્દા માટે આજે ધરણાં કાર્યક્રમનું આયોજન થયું હતું અને દિલ્હીમાં ચાલતા ખેડૂતો માટેના આંદોલનના મુખ્ય મુદ્દાનું ફુલફોર્મની જિલ્લા પ્રમુખને જાણ ન હોવાથી તેઓ હાંસીપાત્ર બન્યા હતા.

(10:40 am IST)