ગુજરાત
News of Saturday, 5th December 2020

રાજપીપળામાં રહેતા જન્મથી અપંગ વિધવા બહેનને અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરી કીટ અપાઈ

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન નજીક રહેતા એક અપંગ અને વિધવા બહેન કે જેમના પતિ પણ અપંગ હતા અને પતિના મૃત્યુ બાદ આ મહિલાના માથે સગળી જવાબદારી આવી પડી હતી પરંતુ પોતે અપંગ હોય પતિના મૃત્યુ બાદ વિધવા સહાય પેન્શન પર ગુજરાન ન થઈ શકે માટે આ બાબત અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન,રાજપીપળાના ધ્યાન પર આવતા ટીમના સભ્યો આ બહેનને ઘરે પહોંચી તેમની જરૂરિયાત મુજબની જરૂરી કીટ તેમને આપી માનવતાનું કાર્ય કર્યું હતું. ભવિષ્યમાં પણ કોઇ વસ્તુની જરૂરિયાત જણાય તો સંસ્થાનો સંપર્ક કરવા જણાવી હિંમત ન હારવા આશ્વાસન આપ્યું હતું.

(11:02 pm IST)