ગુજરાત
News of Saturday, 5th December 2020

લીંબાયતના ધારાસભ્યની રજુઆત સફળ :આંજણા BRTS રૂટ પર ફલાઈ-ઓવર બ્રીજ મંજુર :સ્થાનિકોમાં હર્ષની લાગણી

છેલ્લા ત્રણ વર્ષની વારંવાર રજૂઆતને કારણે આંજણા વિસ્તારમાં નહેર પર BRTS રૂટ પર બ્રીજ મંજુર

સુરત : લિંબાયત વિસ્તાર નાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની વારંવાર રજૂઆતને કારણે આંજણા વિસ્તારમાં નહેર પર BRTS રૂટ પર બ્રીજ મંજુર કરવામાં આવ્યો છે. જેનાં ભાગરૂપે સુરત મહાનગર પાલિકાનાં બ્રીજ સેલનાં અધિકારી પંડયા તથા તેમનાં સ્ટાફ સાથે ધારાસભ્ય સંગીતાબેનએ સ્થાનિક આગેવાન કાર્યકરો હરીશભાઈ સપકાલ, કેતનભાઈ માટલીવાલા, નલિનીબેન બારોટ સહિતના આગેવાનો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું

 .અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રીજ અંદાજીત રૂપિયા 35 થી 40 કરોડ નાં ખર્ચે સાકાર થશે.જેને કારણે સુરત ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં તથા હાઈવે જનારા લોકો માટે સરળતા રહેશે. અને ટ્રાફિક ભારણ ઓછું થશે.છેલ્લા ઘણા સમયથી આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા અંગે લોકમાંગ હતી. તેનો સ્વીકાર થતા સ્થાનિકોમાં પણ હર્ષની લાગણી ફેલાઈ છે.

(8:36 am IST)