ગુજરાત
News of Tuesday, 5th November 2019

વડોદરાથી કારમાં અમદાવાદ આવી અન્ય કારના કાચ તોડી માલ સામાનની ચોરી કરનાર ગેંગના બે સભ્યોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરથી કારમાં અમદાવાદ આવીને કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી ગિલોલ ગેંગના બે શખ્સોની વસ્ત્રાપુર પોલીસ્ ધરપકડ કરી છે. આરોપીઓ ગિલોલ વડે કારનો કાચ તોડીને અંદરથી રોકડ રકમ અને કિંમતી  સામાનની ચોરી કરતા હતા. તેમણે આ મોડસ ઓપરેન્ડી અજમાવીને વસ્ત્રાપુર અને સોલામાં આઠ ગુના આચરીને લાખોની રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની પાસેથી પોલીસે ૧ લાખ રોકડા, કાર અને મોબાઈલ કબજે કર્યા હતા.

શહેરના વસ્ત્રાપુર અને સોલામાં પાર્ક કરેલી કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાનની ચોરીના બનાવો વધી ગયા હતા. જેને આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે ગિલોલ ગેંગના શખ્સો કારમાં એસ.જી.હાઈવે પર કારમાં આવવાના છે.જેને આધારે પોલીસ જાળ બિછીવાને નિર્મલ ઉર્ફે મંગળ પી.આહીર (૪૧) અને મહોમ્મદ યાકુબ ઉર્ફે કાજબ એ.શોખ (૫૦)ની ધરપકડ કરી હતી. વડોદરાના આ બન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૃ.૧,૦૦,૭૫૦ રોકડા, કાર, બે મોબાઈલ, નાના મોટા પર્સ, બે ગિલોલ કબજે કરી હતી.

(5:32 pm IST)