ગુજરાત
News of Tuesday, 5th November 2019

ગુજરાતના પ્રથમ રોડ સેફટી કમિશનર પદે એલ. પી. પાડલીયા

રાજકોટ, તા., પઃ ગુજરાત માર્ગ સલામતી સતા મંડળના પ્રથમ કમિશનર તરીકે  સરકારે આઇએએસ કેડરના નિવૃત અધિકારી શ્રી લલીત પી.પાડલીયાની નિમણુંક કરી છે. શ્રી એલ.પી.પાડલીયા ર૦૦૪ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, દાહોદ જીલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ગઇ તા.૩૧ મીએ રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશનર પદેથી નિવૃત થયા બાદ સરકારે તેમન રોડ સેફટી કમિશનર તરીકે નિમણુંક કરી છે. (મો.૯૯૭૮૪ ૦૭૧૭૧-ગાંધીનગર)

(11:38 am IST)