ગુજરાત
News of Tuesday, 5th November 2019

'મહા' ગુજરાત તરફ ફંટાયુ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું !

તમામ બંદરોને એલર્ટ : માછીમારોએ પાંચ દિવસ દરિયો નહિ ખેડવા સૂચના

અમદાવાદ : મહા ગુજરાત તરફ ગતિ કરી રહયું છે ચક્રાવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં 6 અને 7 નવેમ્બર ખુબ ભારે છે. આ બે દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે જ્યારે માછીમારો માટે પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવમાં આવી છે. ગુજરાતમાં 115 મિમીથી 204 મિમિ સુધી વરસાદ પડશે. 100થી 120ની ઝડપે પવન સાથે વરસાદ થઈ શકે છે.

  બુધવારે તારીખી 6ઠ્ઠી નવેમ્બરને દિવસે ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદારા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનદર, મોરબી, દેવભૂમી દ્વારકા, ગીર સોમાનાથ અને બોટાદ માટે ઓરેન્જ એલર્ઠ જાહેર કરવામાં આવ્યુ છે.

  ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે.

(11:36 am IST)