ગુજરાત
News of Tuesday, 4th October 2022

વડોદરામાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગશે : લોકો ફાફડા જલેબીના એડવાન્સમાં આપી રહ્યાં છે ઓર્ડર

ફાફડા જલેબીમાં ચાલુ વર્ષે એક કિલોએ 30 રૂપિયાનો વધારો થયો

વડોદરામાં  દશેરાને લઇ વેપારીઓ ફાફડા જલેબી બનાવવામાં જોતરાયા છે. વડોદરામાં ફાફડા જલેબીમાં ચાલુ વર્ષે એક કિલોએ 30 રૂપિયાનો વધારો થયો છે.  ફાફડાના એક કિલોના 480 રૂ,જ્યારે ઘીની જલેબી એક કિલોના 560 માં વેચાઈ રહી છે. આવતીકાલે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આરોગશે.  જેને લઇને લોકો દુકાને કાલ માટે એડવાન્સમાં પણ ઓર્ડર આપી રહ્યા છે.

(12:46 am IST)