ગુજરાત
News of Saturday, 5th October 2019

અમદાવાદ જિલ્લાના માંડલમા ચોટીલાના માં ચામુંડાના બીજા પ્રાગટ્ય સ્વરૂપ સ્વયંભૂ દેવીશ્રી ખંભલાય માં નું પ્રાગટ્ય સ્થાન

નવરાત્રીમાં દુરદેશાવરથી માઇ ભક્તો માંડલ ગામે સ્વયંભૂ દેવીશ્રી ખંભલાયમાંના દર્શને આવે છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : આજથી ૭૦૦થી વઘુ વર્ષો પહેલા એક સમયના માંડલ ગઢ હાલના માંડલના ઔદીચ્ય બ્રાહ્મણો માંડલીયા કુટુંબોને કુળદેવી માં ચામુંડાના પુજા અર્ચના દર્શન તથા બાઘા કરવા માટે ચોટીલા પર્વત પર જવુ પડતું હતું. પરંતુ ૭૦૦ વર્ષ પહેલા કોઇ વાહન ની સગવડ ન હોતી તેમજ ચોટીલા પર્વત પર ગાઢ જંગલ વિસ્તારોમા જંગલી પ્રાણીઓનો ડર રહેતો હતો અને  કોઇએ ચોટીલા પર્વત પર રાત્રી એ રહેવુ નહી એવો આદેશ હતો. ત્યારે માંડલીયા કુટુંબ ચોટીલા જાય ત્યારે કોઇને કોઇ વખતે હિંસક પ્રાણીઓના ભોગ બનેતા હતા અને કેટલીક વખત હિંસક પ્રાણીઓથી મૃત્યુ થયા હતા

   . આવા બનાવો બનતા હોઇ માંડલીયા બ્રાહ્મણોનો એક સમુહ ભેગો થઇને વિક્રમ સં.૧૩૩૯ના આસો માસના નવરાત્રીના પહેલા પહોચી ગયા અને નવરાત્રી ના પહેલા દિવસે મા ચામુંડા પાસે અનશન વ્રત લઇ દેવી સામે જળપાન મુકી વિંનતી કરી પ્રાથના કરતા કહ્યું કે આ ભયંકર જંગલ મા તમારો વાસ છે. હવે અમારા પુત્રો અને અમે અહિં તમને પુજવા આવશે નહિં અને અમે નવરાત્રી મા મૃત્યુ પામીને તમારા ઋણ માંથી છુટીશું અને તમારે અમારા કુળના દેવી તરીકે બંઘાવું હોય તો તમારે માંડલ ગામ આવો.આટલુ કહી માંડલીયા બ્રાહ્મણો ચંડીપાઠ કરવા બેસી ગયા એક,  બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાતમા નવરાત્રે સાંજે માં ચામુંડા એ બ્રહ્મકુળની અરજ સાંભળી અને પર્વતમાંથી પ્રગટ થઇને પુંજ પ્રકાશ મા દર્શન આપ્યાને જવાબ આપ્યો. તમારી એક નિષ્ઠા ભક્તિ જોઇ તમારા પર પ્રસન્ન છું અને પત્રોવચન આપુ છું કે તમે માંડલ જાવો અને માંડલના સરોવરે હું પ્રગટ થઇશ. માગશર સુદ ચૌદશ એ તમારી પરીક્ષા કરીશ તેમ કહીને માં ચામુંડા અદ્રશ્ય થઇ ગયા અને માંડલીયા બ્રાહ્મણો આનંદિત થઇ ગયા અને પુજાપાઠ પુર્ણ કરી માંડલ આવ્યા. અને આ સમગ્ર ચમત્કાર જાહેર કર્યો. અને સર્વે બ્રાહ્મણો આ માગશર સુદ ચૌદશની રાહ જોવા લાગ્યા અને તે સમય આવી ગયો.

   વિક્રમ સં.૧૩૪૦ ના માગશર સુદ ચૌદશના દિવસે  બ્રહ્મમુર્હત મા માંડલ ના સરોવર હાલના ખંભલાય તળાવના વચ્ચે ટેકરા પર ચામુંડા માતા સ્વયંભૂ પ્રગટ થયા જ્યાં ટેકરા પર ફરતુ પાણી હતું. અહીં  વહેલી સવારથી જ માંડલીયા કુટુંબ ગામના માણસો આવી ગયા અને ગામ લોકો એ દર્શન કરી ને આનંદ વિભોર બની ગયા પરંતું માંડલ ના બ્રાહ્મણો નિરાશ થયા અને કહ્યું કે હવે આપણે ચામુંડા માં ને આ જળાશય મા કેવી રીતે જઇ શકીશું તેટલામા જ માં ચામુંડા માં ગેબી અદ્રશ્ય વાણીમા કહ્યું  કે મે તમને વચન આપ્યુ હતુ કે હું તમારી પરીક્ષા કરીશ એમ કહીને મા ચામુંડા એ કહ્યું કે તમે મને આ તળાવ માંથી મને તમારા ખભા પર બેસાડી મને ગામના લઇ જાવ તમારા પરીવાર માટે હું ગામમા રહીશ ત્યારે જ માંડલ ગામના બ્રાહ્મણો માતાજીને વાજતે-ગાજતે ખભા પર ગામમા લાવ્યા

   એવું કહેવાય છે કે ત્યાંથી માતાજી ચુંદડી કે ફુલ સ્વરૂપે ખભા પર ગામની મઘ્યમા લાવ્યા અને હાલમા માંડલ ગામની મઘ્યમા જગત જનની પરમેશ્ર્વરી ખંભલાય મા તરીકે પુજાય છે. અહિં માંડલ ના માંડલીયા રાવલ, ભટ્ટ ,શુક્લ બ્રાહ્મણો ની કુળદેવી છે. ગામની મઘ્યમાભવ્ય મંદિર બંઘાવી મા ખંભલાય ને સોના થી મઢવામા આવ્યું છે. તેમજ માંડલ ગામ ના તળાવ મા સ્વંયભૂ પ્રાગટ્ય સ્થાને પણ ભવ્યમંદિર બંઘાવી ત્યા શિવજી ૧ શક્તિપીઠ ,તેમજ ૯ દુર્ગા ની સ્થાપના કરવામા આવી છે. હાલમા આ માના પ્રાગટ્યસ્થાન તળાવને ખંભલાય તળાવ તરીકે ઓળખવામા આવે છે. અને ગામની મઘ્યમા પણ માં ખંભલાય ના પગલા અને સોના મઢીત ફોટો પ્રતિમા પુજાય છે. અહિં ખાસ કરીને નવરાત્રીમાં દુરદેશાવર થી માઇ ભક્તો આ માંડલ ગામે દર્શને આવે છે અને પરમેશ્ર્વરી માં ખંભલાય સૌની મનોકામના પુર્ણ કરે  છે.

(6:48 pm IST)