રાત્રે 9 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 1.08 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ
ડેમમાં પાણીની આવકમાં જબરો વધારો થતા ડબલ માત્રામાં પાણી છોડવા નિર્ણંય
સુરત : આજે રાત્રે 9 વાગ્યે ઉકાઈ ડેમમાંથી 1,08 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરાયું છે તેવી માહિતી ઉકાઇ ડેમ ખાતે વોટર મેનેજમેન્ટ કરી રહેલા સત્તાવાર સૂત્રો દ્વારા જાહેર કરાઈ છે
આજે બુધવારે રાત્રે 9 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 339.63 ફૂટ નોંધાઇ હતી. રૂલ લેવલથી ફક્ત 0.37 ફૂટ સપાટી છેટી રહી હતી. દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 60,458 ક્યુસેક્સ થતાં સત્તાધીશોએ રાત્રે 9 વાગ્યાથી 1,08,130 ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરુ કર્યું હતું.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં તા.4 સપ્ટેમ્બરના રોજ પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો વધુ થાય તેમ હોવાથી બુધવારે રાત્રે 9 વાગ્યાથી જેટલું પાણી આવી રહ્યું હતું તેનાથી ડબલ માત્રામાં પાણી ડેમમાંથી રિલીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.