ગુજરાત
News of Thursday, 5th August 2021

રાજપીપળામા કેળાં ભરેલી ટ્રક ઉપર બેસેલા 17 વર્ષીય તરુણને કરંટ લાગતા મોતની ઘટનામાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ

કેળાં ભરેલી ટ્રકો ઉપર શ્રમિકોના ટોળાં હજુ પણ બેઠેલા જોવા મળે છે તો શું બીજી દુર્ઘટના બાદ પોલીસ કાયદાનું પાલન કરાવશે.?: કેળાં ભરાવવાનું કામ કરાવતા શેઠિયાઓ શ્રમિકોની સલામતી બાબતે બેદરકાર રહેતા શ્રમિકો મજૂરી મેળવવા જાન જોખમમાં મૂકી રહયા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત તારીખ 31 જુલાઈના રોજ ભૂષણ ગામ પાસે કેળા ભરેલી ટ્રક ઉપર કેળા ભરવાની મજુરીનું કામ કરતા 17 વર્ષીય તરુણને કરંટ લાગતા મોત નિપજવાનો બનાવ બન્યો હતો આ બાબતની અકસ્માત નોંધ રાજપીપળા પોલીસ મથકે કરંટ ને કારણે ઇજા પામનાર અન્ય એક યુવાન દ્વારા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ  તારીખ 04 ઓગસ્ટ ના રોજ રાજપીપળા પોલીસ મથકે કેળા ભરેલી ગાડીના ચાલક સામે ફરીયાદ દાખલ થઈ છે.
જેમાં મળતી માહિતી મુજબ કેળા ભેરલ ટ્રક મા કેળા ભર્યા હોઈ ટ્રક પર પીપળા અને પ્લાસ્ટિક ની ટાંકી મુકેલ હોઈ 7 મજૂરો બેસતા અન્ય 5 મજૂરો ચાલકના કેબીન મા બેસવા જતા ચાલકે ના પાડી હતી અને કહ્યું હતું કે "તુમ લેબર લોગ ગાડી કી કેબિન મેં નહિ બેઠ સકતે, તુમ લોગો કો કેબિન કે ઉપર બેઠ કે આના પડેગા નહીં તો આપ કો છોડ કે ગાડી લેકે મે ચલા જાતા હું" તેઓ ઊંચા અવાજે બોલતા અજય વસાવા ડ્રાઇવરની ના હોવા છતાં કેબિન માં બેસી ગયેલ
 ડ્રાઈવરે ફરિયાદી તથા ચાર સાહેદો ને કેબીન માં નહીં બેસવા દેતા ના છૂટકે ટ્રક ની કેબીન પર બેસાડનાર અને ડ્રાઇવર પોતે સારી રીતે જાણે છે કે ટ્રક ઉપર બેસી ને મુસાફરી કરવાથી ફરિયાદી તથા સાહેદો ની શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી પૂરેપૂરી સંભાવના હોવા છતાં શ્રમિકોને ગાડી ની કેબીન પર મુસાફરી કરાવી પોતાની કબજાની ટ્રક બેફામ ચલાવતા કેબીન ઉપર બેસેલા 17 વર્ષીય તરુણ વિષ્ણુભાઈ કપૂર વસાવાને વીજળીનો તાર શરીરે અડી જતા કરંટ લાગતા મોત નીપજાવી તથા અન્યો ને ઓછી-વત્તી ઇજાઓ કરી બેદરકારી રાખી ગુનો કર્યા અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે અમિતભાઈ વસાવા, રહેવાસી, રાણીપર  દ્વારા દાખલ કરવામાં આવતા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 આ બાબતે નર્મદા જિલ્લા નું બાળ મજૂરી અને શ્રમ વિભાગ નિષ્ક્રિય જણાયું હતું અને નર્મદા જિલ્લા પોલીસ પણ કેળાં ભરેલી ટ્રકો ઉપર બેસી ને જતા મજૂરો ના દ્રષ્યો થી ટેવાઈ ગઈ હોય તેમ લાગે છે.માટે લાગતા વળગતા ખાતાના અધિકારીઓ કડક કાયદાનું પાલન કરાવે એ જરૂરી છે.

(11:40 pm IST)