ગુજરાત
News of Thursday, 5th August 2021

વડોદરા: સેન્ટ્રલ એસટી ડેપોમાં ખંજર સંતાડી ફરી રહેલ નડિયાદના યુવકને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

 

વડોદરા:સેન્ટ્રલ એસટી ડેપોમાં કમરના ભાગે રેમ્બો ખંજર સંતાડી ફરી રહેલા નડિયાદના યુવકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ મથકના જવાનોએ ચોક્કસ માહિતીના આધારે સેન્ટ્રલ એસટી ડેપો માંથી યુવકને કમરના પાછળના ભાગે સંતાડેલા રેમ્બો ખંજર ( ચપ્પુ ) સાથે ઝડપી પાડયો હતો. પોલીસની પૂછતાછમાં યુવક અજય ગણેશભાઈ મરાઠી (રહે- રેલવે સ્ટેશન ઝુપડપટ્ટી, નડિયાદ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સાત ઈંચની લંબાઈ ધરાવતું ખંજર કબજે કરી કયા કારણોસર તે પોતાની પાસે રાખ્યું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)