ગુજરાત
News of Thursday, 5th August 2021

સુરત:પાંડેસરા નજીક 8 લાખ પરત નહીં આપતા મામાના દીકરાની સોપારી આપવાના કેસમાં વધુ એક શખ્સની ધરપકડ

 

સુરત: પાંડેસરા ગાંધી કુટીરથી અલથાણ ખાડી બ્રિજ તરફ બાઇક પર જઇ રહેલા લેબર કોન્ટ્રાકટર વિનય સુભાષચંદ્ર તિવારી (.. 32 રહે. પુનીતનગર, પાંડેસરા-બમરોલી રોડ) અને છેલ્લા ત્રણેક વર્ષના સમયગાળા દરમિયાન ટુક્ડે-ટુક્ડે 8 લાખ રૂપિયા સી. તરીકે મીલમાં નોકરી કરતો મામાના દીકરા અજય શીવનારાયણ પાંડે (..3) પાસેથી લીધા હતા. રૂપિયા પરત નહીં આપવા પડે તે માટે વિનયે અજયનું કાસળ કઢાવવા સોપારી આપી હતી. જે અંતર્ગત વિનયે અજયને રૂપિયા આપવાનું કહી બોલાવ્યો હતો અને ચા પીવા જઇએ એમ કહી તેઓ બાઇક પર અલથાણ જઇ રહ્યા હતા ત્યારે ચપ્પુ અને ફટકા વડે હુમલો કરાવ્યો હતો. પ્રકરણમાં જે તે વખતે પોલીસે તેની સોસાયટીમાં રહેતા જૈનીશ રાકેશ પટેલ ઉપરાંત હુમલો કરનાર વિનય તિવારી, મેહુલ ખોરાના, વિજયકાંત પટેલ, કિરણ મહીરાડે, લવકુશ પાલની ધરપકડ અને એક તરૂણને ડિટેઇન કર્યો હતો. પ્રકરણમાં પોલીસે બ્રિજેશ ઉર્ફે છાંગા રાજપાલસીંગ રાજપૂત (.. 23 રહે. કલાકુંજ સોસાયટી, ગોડાદરા અને મૂળ. ફરીયાગામ, જિ. ફિરોઝાબાદ, યુ.પી) નો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિનયે રૂ. 1.50 લાખમાં બ્રિજેશને સોંપારી આપી હતી. પરંતુ હત્યાના પ્રયાસના ગુનામાં તે પાંડેસરા પોલીસના હાથે ઝડપાઇ જતા તેણે લીધેલી સોપારીનું કામ પૂર્ણ કરવા સાળા જૈનીસને કહ્યું હતું.

 

(5:57 pm IST)