ગુજરાત
News of Thursday, 5th August 2021

"કિસાન સન્માન દિવસ" અંતર્ગત વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ તથા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી લાભાન્વિત કરાયા

દેત્રોજ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જીલ્લાના દેત્રોજ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસ નિમિત્તે “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને “ કિસાન સૂર્યોદય યોજના”નું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્યો, પદાધીકારીઓ,  ભાજપના હોદ્દેદારો કાર્યકરો, કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાન્ત ઓફિસર, સરકારી અધીકારી ઓ કર્મચારીઓ સહીત ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની પ્રાથમિક શાળા ખાતે સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ "કિસાન સન્માન દિવસ" અંતર્ગત વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ તથા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી લાભાન્વિત કર્યા હતા. કિસાન સૂર્યોદય યોજના હેઠળ 3915 ગામોનાં 4.47 લાખથી વધુ ખેડુતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ મળશે. આ યોજનાથી ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે "દિવસે વીજળી" સાથે રાત્રે "નિરાંતની નીંદર" મળશે.

(4:19 pm IST)