ગુજરાત
News of Wednesday, 5th August 2020

સુરતમાં ભેસ્તાન આવાસ નજીક માથાભારે યુવાનની ચપ્પુના ઘા જીકી કરપીણ હત્યા થતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત:ભેસ્તાન આવાસ નજીક ઈમરાન નામના માથાભારે યુવાનની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા ડીંડોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.

ડીંડોલી પાંજરાપોળ નજીક ભેસ્તાન આવાસ વિસ્તારના માથાભારે ઈમરાન ઉર્ફે ઈમરાન બુઢવ પર અજાણ્યા ચારથી પાંચ જણાએ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. ગંભીર હાલતમાં ઇમરાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો

ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ દોડી ગઇ હતી અને ઘટના સ્થળેથી એક ચપ્પુ કબ્જે લઇ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ઇમરાનને રહેંસી નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(6:11 pm IST)