ગુજરાત
News of Wednesday, 5th August 2020

ઉંમરગામમાં આભ ફાટયું... સાંબેલાધાર ૧૫ ઇંચ

વાપીમાં પાંચ અને કપરાડામાં ત્રણ ઇંચઃ રાજયના ૧૦૫ તાલુકાઓમાં મેઘમહેરઃ રાજયમાં સીઝનનો કુલ ૪૫ ટકા વરસાદ નોંધાયો

વાપીઃ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સરકયુલેશન તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ને પગલે રાજયના કેટલાક વિસ્તારો માં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાતા જળબંબાકાર સ્તિથી સર્જાયેલ છે .

  છેલ્લા ૨૪ કલાકમાં રાજય ના ૨૪ જીલ્લાના ૧૦૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૩૬૩ મીમી સુધીનો વરસાદ ભારે વરસાદ નોંધાયેલ છે જેમાં સૌથી વધુ મહેર મેદ્યરાજાએ વલસાડ જીલ્લા ઉપર વરસાવી છે જેમાં ઉમરગામ પંથકમાં ગણતરીના કલાકોમાં ૧૪.૫૨ ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારો ના મકાનો અને દુકાનો માં પાણી ફરી વળ્યા છે ઉમરગામ ઉપરાંત જીલ્લાના વાપી તેમજ પારડી પંથક માં પણ મેદ્યરાજાએ બદ્યડાટી બોલાવી છે દક્ષીણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેદ્યરાજાએ અતિ મહેર વરસાવી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

 ઉમરગામ ૩૬૩ મીમી,વાપી ૧૧૫ મીમી,કપરાડા ૭૭ મીમી,નસવાડી ૪૯ મીમી,ખેડબ્રહ્મા ૩૭ મીમી,બોડેલી ૩૪ મીમી,છોટાઉદૈપુર અને સંખેડા ૩૧-૩૧ મીમી,જેતપુર પાવી ૨૭ મીમી અને ડભોઇ ૨૬ મીમી વરસાદ નોંધાયો છેે.

 આ ઉપરાંત કરજણ ૨૧ મીમી, સતલાસણા ૨૦ મીમી,ભચાઉ ૧૮ મીમી, જંબુસર અને ધરમપુર ૧૭- ૧૭ મીમી,કલોલ ૧૪ મીમી,વડોદરા અને આમોદ ૧૨-૧૨ મીમી અને ખેરાલુ ૧૦ મીમી વરસાદ નોંધાયું છે. આ સાથે રાજય ના ૪૦ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૯ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૧૦ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સત્ત્।ત વધી ને ૩૨૭.૮૪ ફૂટે પોહોચી છે ડેમ માં ૧૪,૧૭૦ કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૧,૦૨૫ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ કોઝવેની જળસપાટી સવારે ૧૦ કલાકે ૫.૪૮ મીટરે પોહોંચી છે

 આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ વાગ્યે મેદ્યરાજા રાજયના મોટાભાગના વિસ્તારોમાં દ્યેરાયેલા વાતાવરણ અને બફર વચ્ચે વિરામ પર જણાય છે જોકે આગામી ૭૨ કલાક ની ભારે થી અતિભારે વરસાદ ની આગાહી ને પગલે તંત્ર સતત સજાગ છે.

(3:40 pm IST)