ગુજરાત
News of Monday, 5th August 2019

દેવ ડેમમાંથી છોડાશે પાણી;વાઘોડિયાના 19 અને ડભોઈના 7 ગામોને એલર્ટ કરાયા

કાંઠાના ગામોના લોકોને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચના

ડોદરામાં ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે દેવ ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરાઈ છે વિશ્વામિત્રી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કરાયા છે
     હાલોલ તાલુકાના દેવ ડેમમાંથી ૮,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેને અનુલક્ષીને દેવ કાંઠાના વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઇ તાલુકાના ૭ સહિત કાંઠાના ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે.
આ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા, ઢોર-ઢાંખર ને નદીપટમાં ના લઇ જવા કે ત્યાં રોકાણ ના કરવા, નીચાણવાળી જગ્યાઓ હોય તો સલામત ઊંચાઈવાળી જગ્યાઓ એ ખસી જવાની તમામ તૈયારી રાખવા અને જરૂર જણાયે ખસી જવા, ભરાયેલા પાણી થી દૂર રહેવા, વીજ પ્રશાપનો થી દૂર રહેવા સહિતની તમામ તકેદારીઓ પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. આ બંને તાલુકાના તંત્રોને તકેદારીના જરૂરી તમામ પગલાઓ લેવા સૂચના આપવામાં આવી છે
વડોદરા કલેક્ટર અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે હવે આજ્વા સરોવરની જળ સપાટી ઘટી રહી છે, વિશ્વામિત્રી નદીની જળ સપાટી 24. ફુટ છે ભારે થી અતિ ભારે વરસાદની આગાહીના પગલે એન ડી આર એફ પાંચની ટીમો સતર્ક છે. પીવાના પાણી માટે અસગ્રસ્ત વિસ્તારોમાં સાડા ચાર લાખ લીટર પાણી મોકલવામાં આવ્યું છે. તો વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો છે.

 આરોગ્ય વિભાગની ચકાસણી ચાલુ છે. 2 લાખ ફૂડ પેકેટ, પીવાનાં પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 22 મગરોને રહેણાંક વિસ્તરોમાંથી રેસ્કયુ કર્યા છે. 450 કર્મચારીઓ કેસ ડોલની સર્વે કામગીરીમાં જોડાયા છે

(1:43 pm IST)