ગુજરાત
News of Sunday, 5th July 2020

વલસાડ આરટીઓમાં કામના ભારણ ધ્યાનમાં રાખીને લેવાયો મોટો નિર્ણય: હવે રજાના દિવસે પણ ટેસ્ટ લેશે

કોરોનાની મહામારીમાં આ પહેલ અને આ નિર્ણય લોકોએ વધાવી લીધો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : લોકડાઉનમાં લોકોની પરિસ્થિતિ જોઈએ અને કામનું ભારણ જોઈએ પાકા લાયસન્સ માટે અરજદારો ધકકા ખાઇ રહયા છે પાકા લાયસન્સ માટેના અરજદારો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે શનિ રવિવારની રજાના દિવસે આરટીઓ કચેરી શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો  રજાના દિવસોમાં માત્ર ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારોને એપોઈર્મેન્ટ  મળશો વલસાડ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારો માટે ૨૭૦ કોટા આપવામાં આવ્યા છે લર્નિંગ અને પાકા લાયસન્સ રિન્યુલ તારીખ ૩૧ મે થી વધારીને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે શનિ-રવિની રજાના આ દિવસોમાં ડ્રાઇવિંગ ટેસ્ટના કામો શરૂ થતા ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારની ઘણી રાહત મળી છે ડાઈવિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ એપાઈમેન્ટ મેળવીને આવવાનું રહેશે આરટીઓની પહેલને લોકોએ આવકાર આપી છે કોરોનાની મહામારીમાં આ પહેલ અને આ નિર્ણય લોકોએ વધાવી લીધો છે

(11:37 pm IST)