ગુજરાત
News of Sunday, 5th July 2020

વાપીના કવાલ ગામે ૫ થી ૬ ઘરોમાં ભારે પવન સાથે વરસાદને પતરા ઉડયા : ઘર વખરીને નુકશાન : વીજ પોલ અને વૃક્ષો પડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે વરસાદમાં થઈ ખાના ખરાબી સર્જાઈ છે  ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા કવાલ ગામના ખાંડકવા ફળિયામાં થયું ભારે નુકશાન થયું છે 6 થી 7 જેટલા ઘરો ના પતરાં અને નડિયા ઉડયા તો ઘરોમાં દીવાલ પડી તો પતરા તૂટીને ઘરોમાં પડયા જેને પગલે ઘર વખરી સામાન તેમજ અનાજ વરસાદને લઈ પલડયું અને ભારે નુકશાન થયું હતુ

  તેમજ 5 થી 7 જેટલા વૃક્ષો પડ્યા સાથે બે જેટલા વિઝ પોલ પડ્યા જેને લઈ ગામના રસ્તા થયા બંધ અને વીજળી ડુલ થઈ હતી ગામ લોકોને થયેલ આ નુકશાનને લઈ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો એક તરફ ધોધમાર વરસાદ વચ્ચે ઘટના બનતા લોકો ઘર ની બહાર દોડી આવ્યા હતા કોઈ જાનહાની થવા પામી નથી ઘટના માં ગામ ના સભ્ય અરવિંદ ભાઈ પટેલ,અને રમેશ ભાઈ પટેલ, રાજેશ ભાઈ પટેલ, લીલા બેન પટેલ તો ચંપક ભાઈ પટેલ ના ઘરો માં ઘણું નુકશાન થવા પામ્યું છે

આ ઘટના બાદ લોકો મદદે દોડી આવ્યા નુકશાન થયેલા ઘરો માં સમારકામ હાથ ધરાયુ હતું તો ગામ સરપંચ તાત્કાલિક દોડી આવી ને લોકો ની મદદે લાગ્યા હતા તેમજ વિઝ વિભાગ અને વહીવટી તંત્ર ને જાણ કરી હતી

(11:34 pm IST)