News of Friday, 5th July 2019
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સૌજ્ન્ય મુલાકાતે ન્યૂઝીલેન્ડના નવનિયુકત ભારતીય હાઇકમિશનર શ્રી પરદેશી
.અમદાવાદ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ન્યૂઝીલેન્ડના નવનિયુકત ભારતીય હાઇકમિશનર મુકતેશ પરદેશીએ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.
શ્રી પરદેશી ર૦૧૬ થી મેકસીકો ખાતેના ભારતીય રાજદૂત તરીકે સેવારત હતા. આ જુલાઇ માસના અંતે તેઓ ન્યૂઝીલેન્ડના ભારતીય ઉચ્ચાયુકતનો આ નવો પદભાર સંભાળવાના છે.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત દરમ્યાન તેમણે ભારત-ન્યુઝિલેન્ડ-ગુજરાત વચ્ચે આર્થિક અને સામુદાયિક સંબંધો અને લિન્કેજ વધારવા અંગે પણ પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તેમને નવા પદભારની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
(8:09 pm IST)