ગુજરાત
News of Friday, 5th July 2019

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના સત્તાધીશોએ સોશિયલ મીડીયા પર લોકપ્રિય બનવા માટે લાખોનું બજેટ ફાળવ્યું

વડોદરા:વર્ષોથી યુનિવર્સિટીની વેબસાઈટને અપગ્રેડ કરવા પર ધ્યાન નહી આપનારા એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ હવે સોશ્યલ મીડિયા પર યુનિવર્સિટીને લોકપ્રિય બનાવવા માટે લાખો રુપિયાનુ બજેટ ફાળવ્યુ છે.

સોશ્યલ મીડિયાની બોલબાલાના યુગમાં યુનિવર્સિટી સત્તાધીશોને લાગે છે કે, વિવિધ પ્રકારની સોશ્યલ એપ પર યુનિવર્સિટીને માઈલેજ મળી રહ્યુ નથી. જેના કારણે  પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ હવે એક પ્રોફેશનલ કંપનીને  રાખવાનો નિર્ણય લીધો છે.આ કંપનીની ટીમ યુનિર્સિટીનુ સોશ્યલ મીડિયાનુ એકાઉન્ટ મેનેજ કરશે અને વિવિધ સાઈટ્સ પર યુનિવર્સિટીના ફોલોઅર્સ વધારશે.આ માટે યુનિવર્સિટી દ્વારા દર મહિને ૩૫૦૦૦ રુપિયા ચુકવવામાં આવશે.આ પ્રસ્તાવને સિન્ડિકેટે પણ લીલી ઝંડી આપી દીધી છે.એનો અર્થ એ થયો કે, યુનિવર્સિટી દર વર્ષે લગભગ ચાર લાખ રુપિયા સોશ્યલ  મીડિયા પર પોતાના પ્રચાર માટે ચુકવશે.જોકે સત્તાધીશોને કહેવુ છે કે, પહેલા ત્રણ મહિનામાં કામગીરી જોયા બાદ આ ટીમનો કોન્ટ્રાક્ટ લંબાવવાનો નિર્ણય કરાશે.

(5:52 pm IST)