ગુજરાત
News of Friday, 5th July 2019

પુર્વ-મધ્ય -ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઝરમરથી પ ઇંચ

અષાઢ માસના પ્રારંભે જાણે બીજનું મુહુર્ત સાચવવા કેટલાક વિસ્તારોમાં હાજરી નોંધાવી છે.

પુર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં  દેત્રોજ ૧૦ મી.મી. ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ર૦ મી.મી. ઠાસરા ર૧ મી.મી. અન મહુધા ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે આણંદ જીલ્લાના તાલુકાઓમાં ઉમરઠ પ૧ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૧૭ મી.મી. સિનોર ર૭ મી.મી., વડોદરા ૧૪ મી.મી. અને વાઘોડીયા ર૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૯૫ મી.મી., છોટા ઉદેપુર ૨૮ મી.મી., નસવાડી ૩૧ મી.મી., સંખેડા ૨૦ મી.મી. અને કવાટ ૧૧૧ મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં હાલોલ ૮૪ મી.મી., જાંબુઘોડા ૫૭ મી.મી. અને ગોધરા ૩૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દાહોદ ૫૪ મી.મી., લીમખેડા ૩૧ મી.મી. દેવગઢ બારીયા ૩૩ મી.મી., સિંઘવડ ૨૮ મી.મી. અને સાંજેલી ૧૯ મી.મી. તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં વીરપુર ૩૯ મી.મી., લુણાવાડા ૩૨ મી.મી. અને સંતરામપુર ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે ઉ. ગુજરાત પંથકમાં ૪ ઈંચ સુધી નો તો દ. ગુજરાત પંથકમાં ઝરમરથી ૨ાા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

(3:46 pm IST)