ગુજરાત
News of Friday, 5th July 2019

સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો : 21 હોસ્પિટલોની કેન્ટીનોમાં દરોડા : ફૂડ સેમ્પલ લીધા:ત્રણને તાળા માર્યા

 

સુરત :ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં આરોગ્ય વિભાગઈ સપાટો બોલાવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને હોસ્પિટલ વિભાગ દ્વારા શહેરની 21 હોસ્પિટલોમાં ચાલતી કેન્ટીનોમાંથી ફૂડ સેમ્પલ લીધા હતાફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતા ત્રણ કેન્ટીનો રજીસ્ટ્રેશન અને લાયસન્સ વગરની હોવાથી બંધ કરવામાં આવી છે જ્યારે અન્ય સંસ્થાઓને નોટીસ મોકલવાાં આવી છે.

 


   મળતી માહિતી પ્રમાણે સુર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને હોસ્પિટલ વિભાગ દ્વારા સુરત શહેરની 21 હોસ્પિટલમાં ચાલતી કેન્ટીનોમાં દરોડા પાડ્યા હતા. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ તપાસ કરીને કુલ 23 ફૂડ સેમ્પલ લીધા હતા. સાથે સાથે જરૂરી દસ્તાવેજોની તપાસ કરી હતી. જેમાં આયુષ ડોક્ટર હાઉસ, સગરામપુરા, અશક્તા આશ્રમ કેન્ટીન, રામપુરા, યુનિકેર હાર્ટ એન્ડ રીસર્ચ સેન્ટર, મજુરામાં ચાલતી કેન્ટીનોમાં રજીસ્ટ્રેશન અને લાયસન્સ વગર ચાલતી હોવાથી તેને બંધ કરવામાં આવી છે.
 
ઉપરાંત અન્ય કેન્ટીનોમાં આરોગ્યલક્ષી ખામી જણાતા આરોગ્યલક્ષી સુચના તથા નોટીસ અપાઈ છે. કેન્ટીનોમાં બી..પી.એસ.પ્રમુખ સ્વામી હોસ્પિટલ, અડાજણ રોડમાં ચાલતી પ્રેમવતી ચેરીટેબલ ટ્રસ્ટ, શેબ્લી હોસ્પિટલ, રાંદેર રોડ પર આવેલી શિલ્પા હોસ્પિટાલીટી સર્વિસીસ, રામપુરાની વીનસ હોસ્પિટલ, મહિધરપુરાની બુરહાની હોસ્પિટલ કેન્ટીન, નિર્મલ હોસ્પિટલ પાટીલ કેટર્સ જેવી 19થી વધારે કેન્ટીનોને નોટીસ ફટકારી હતી.

(9:55 pm IST)