ગુજરાત
News of Wednesday, 5th June 2019

ઢેકવા-હિંમતનગર બસનો ડ્રાઈવર દારૂ નશામાં ચૂર થઈને બસ હંકારતા મુસાફરોએ પોલીસ હવાલે કર્યો

બસ ઉપરનો કાબુ ગુમાવે તે પહેલાં મુસાફરોએ બસ ઉભી રખાવી

તાજેતરમાં જ શામળાજી નજીક બસનો કન્ડક્ટર નશામાં મદબહોશ હાલતમાં ઝડપાયો હતો તેના સમાચારની શાહી તો હજુ સુકાઈ નથી ત્યાં  અરવલ્લી જિલ્લામાં એસટી ડ્રાઈવર પીધેલી હાલતમાં બસ હંકારતા બસના મુસાફરોએ તેને પોલીસને સોંપ્યો હતો.

ઢેકવા-હિંમતનગર બસનો ડ્રાઈવર દારૂ નશામાં ચૂર થઈને બસ હંકારતા અને બસ આમથી તેમ જતા બસ ઉપરનો કાબુ ગુમાવે તે પહેલાં બસમાં મુસાફરી કરી રહેલા ૩૦ થી વધુ ઉતારુઓએ બુમાબુમ કરી મૂકી હતી બસના ચાલકની પાસે જઈને મેઘરજ નજીક બસ ઉભી રખાવીને તેને મુસાફરોએ બસના સ્ટિયરિંગ પરથી ઉતારી દીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

(12:18 pm IST)