ગુજરાત
News of Tuesday, 5th June 2018

રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી :હવામાન વિભાગ

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઓરિસામાં 99 ટકા વરસાદની આગાહી

 

ગાંધીનગરઃ રાજ્યમાં 10થી 13 જૂનની વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી થઈ જશે તેમ ગાંધીનગરમાં મળેલી વેધર વોચ કમિટીની બેઠક બાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું  હવામાન વિભાગ મુજબ રાજ્યમાં વખતે ચોમાસુ વહેલું શરૂ થવાની સંભાવના છે.સાથે વખતે ચોમાસુ સારુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી આપી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઓરિસામાં વખતે 99 ટકા વરસાદ થવાની આગાહી છે

  ચોમાસા પહેલા દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેધર વોચ કમિટીની બેઠકમાં આરમી, NDRF, SDRF, કૃષિવિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. અધિકારીઓનું માનીએ તો રાજ્યમાં હાલ NDRFની 11 ટીમ કાર્યરત છે. જેમાંથી અમદાવાદ, વડોદરા, અને ગાંધીનગરમાં ટીમને તૈનાત કરવામાં આવી છે

(12:08 am IST)