ગુજરાત
News of Tuesday, 5th June 2018

નર્મદા ડેમની સપાટીમાં વધારો :છેલ્લા 10 દિવસમાં 1,12 મીટર વધી

મધ્યપ્રદેશમાં વરસાદથી નર્મદા બંધના ઉપરવાસમાં 7257 ક્યુસેક પાણીની આવક :સપાટી 106,43 મીટર પહોંચી

 

અમદાવાદ સરદાર સરોવર નર્મદા બંધનાં ઉપરવાસમાંથી 7257 કયુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો નોંધાયો છે. 10 દિવસમાં 1.12 મીટરનો વધારો નોંધાતા હાલની ડેમની સપાટી 106.43 મીટર થઈ ગઇ છે.

 મધ્યપ્રદેશ અને નર્મદા બંધનાં કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડયો હતો. વરસાદી પાણી મધ્યપ્રદેશનાં ડેમમાં આવતા ડેમનાં પાવરહાઉસનાં ટર્બાઈન ચાલુ કરાતાં વરસાદી પાણી સરદાર સરોવરમાં આવી રહ્યાં છે.

નર્મદા બંધની IBPT ટનલમાંથી કેનાલમાંથી ગુજરાતને પીવા માટે હાલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે સપાટી 110 મીટર પર જતાં IBPT ગેટ બંધ કરી દેવામાં આવશે. જો કે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.

(12:04 am IST)