ગુજરાત
News of Tuesday, 5th June 2018

વડનગરમાં ઉત્ખનન દરમિયાન 11મી સદીનું દિશા સૂચક સ્ટ્રક્ચર મળ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના વતન વડનગરમાં ઉત્ખનન વેળાએ  બે મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશા સૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે અસામાન્ય અને યુનિક કહી શકાય તેવી ઇટોથી બનેલું આ સ્ટ્રક્ચર દેશમાં પ્રથમવાર વડનગરમાંથી મળ્યું હોવાનો પુરાતત્વ વિભાગે દાવો કર્યો છે અને  હાલમાં આ સ્ટ્રક્ચર 11 મી સદીનું હોવાનું મનાઈ રહ્યું છે. ખોદકામમાં માનવ કંકાલ પણ મળી આવ્યા છે.

(10:39 pm IST)